Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Executive engineer appears before ACB in bribery case, middlemen still out of police custody

Surat news: લાંચ માંગવા મામલે કાર્યપાલક ઈજનેર ACB સમક્ષ હાજર, વચેટીયો હજી પોલીસ પકડથી દૂર

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: લાંચ માંગવા મામલે કાર્યપાલક ઈજનેર ACB સમક્ષ હાજર, વચેટીયો હજી પોલીસ પકડથી દૂર
સોર્સ : GSTV

સુરત મનપાના કાર્યપાલક ઈજનેર લાંચ માંગવા મામલે ACB સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ફરિયાદી પાસેથી  ૪ લાખનો હપ્તો સ્વીકારી ફરાર થયેલો વચેટિયો પત્રકાર હજી પણ પોલીસ પકડથી દૂર છે. 

App Store

વચેટિયાને પકડવા તજવીજ

સુરત મનપાના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ ગેરકાયદેસર ડિમોલિશન અટકાવવા બદલ ૨૧ લાખની લાંચ માંગી હતી, જેમાંથી ૧૫ લાખ નક્કી કરાયા હતા. આ મામલે ૮ દિવસથી ફરાર ગણેશવાલા આખરે એસીબી સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ફરિયાદી પાસેથી ૧૫ લાખ પૈકી ૪ લાખનો હપ્તો સ્વીકારી ફરાર થયેલ વચેટિયો પત્રકાર પરવાના ઉર્ફે મોહમ્મદ ઈસ્માઈલ હજી પણ પોલીસ પકડથી દૂર છે, જેની શોધખોળ હાલ તેજ કરવામાં આવી છે.