Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Drunk trailer driver breaks GEB poles, power to 250 houses goes out

Surat News: નશામાં ધૂત ટ્રેલર ચાલકે તોડ્યા GEBના થાંભલા, 250 ઘરનો પાવર થયો ગૂલ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: નશામાં ધૂત ટ્રેલર ચાલકે તોડ્યા GEBના થાંભલા, 250 ઘરનો પાવર થયો ગૂલ

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા શાશ્વત સોસાયટીમાં ગુરૂવારના રોજ એક ગંભીર ઘટના સામે આવી છે. એક ટ્રેલર ચાલકે દારૂના નશામાં GEB (વિદ્યુત વિભાગ)ના થાંભલા તોડી નાખ્યા, જેના કારણે લગભગ ૨૫૦ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો.

App Store

ટ્રેલર લઈ ભાગવાનો પ્રયાસ

ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાને અંજામ આપી ટ્રેલર ચાલક ત્યાંથી ટ્રેલર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સોસાયટીના સતર્ક રહેવાસીઓએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો.

ટ્રેલર ચાલકને કર્યો પોલીસ હવાલે

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેલર ચાલક દારૂના ફુલ નશામાં હોવાનું રહેવાસીઓએ જણાવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી, ટ્રેલર ચાલકને પોલીસના હવાલે સોંપી દીધો.સ્થળ પર વીજ વિભાગની ટીમે પહોચી વિજળી પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

ટોપિક્સ:suratdrunk driverdriver