Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Disaster or blessing? Dhuandhar batting of Meghraja in South Gujarat, Surat tantra alert!

VIDEO: આભ આફત કે આશીર્વાદ? દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધુઆંધાર બેટિંગ, સુરત તંત્ર એલર્ટ!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધુંઆધાર ઈનિંગ શરૂ કરી છે, જેના પગલે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વહીવટી તંત્રની સજ્જતા અંગે મોટું નિવેદન આપ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૨ થી ૪ જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જો કે ત્યારબાદ તેની તીવ્રતા ધીમે-ધીમે ઘટશે. જિલ્લામાં ચાલુ ચોમાસાનો સરેરાશ વરસાદ ૨૨૮ મિલીમીટર નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં ૩૮૯ mm અને પલસાણામાં ૩૬૨ mm ખાબક્યો છે. રાહતની વાત એ છે કે સુરતની તમામ નદીઓ, ડેમ અને જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ સ્થિતિ નથી. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરી દેવાયો છે, પરંતુ મહુવા તાલુકાના બે ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ શરૂ કરાયા છે. તંત્ર દ્વારા ૨૪ કલાક ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરી ઓલપાડ ખાતે NDRF અને માંગરોળમાં SDRFની ટીમો તેનાત કરી દેવામાં આવી છે. કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા કોઝવે પાર ન કરવા ખાસ અપીલ કરી છે.

App Store