Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Cyber ​​police raids online fraud office in Sarthana

 Surat news: સરથાણામાં ઓનલાઈન ફ્રોડની ઓફિસ પર સાયબર પોલીસના દરોડા

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
 Surat news: સરથાણામાં ઓનલાઈન ફ્રોડની ઓફિસ પર સાયબર પોલીસના દરોડા
સોર્સ : GSTV

Surat news: સુરત શહેરમાં ગુનેગારો નીતનવા ગુના આચરતા હોય છે. જેમાં હવે સાયબર ફ્રોડ વધુ ચર્ચામાં છે. સુરત શહેર સાયબર ફ્રોડ માટે AP સેન્ટર બની ગયું છે. જે અંગેની પોલીસને જાણ થતા સરથાણા વિસ્તારમાં ચાલતા ઓનલાઈન ફ્રોડની ઓફિસ પર સાયબર પોલીસે દરોડા પાડયા હતા. સાયબર ક્રાઈમ દ્વારા બે જુદાજુદા કોમ્પલેક્સમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ઓફિસમાંથી મોટા પ્રમાણમાં બેંકની કિટો કબ્જે લેવામાં આવી હતી. 

App Store

મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં સાયબર ફ્રોડનું મોટું હબ બનતું જઈ રહ્યું છે. ગુનેગારો રોજ ફ્રોડ માટે નવા કીમિયા શોધતા હોય છે. જેથી પોલીસે સરથાણા વિસ્તારમાં ચાલતા ઓનલાઈન ફ્રોડની ઓફિસ પર રેડ કરી હતી. બે અલગ-અલગ કોમ્પલેક્સમાં દરોડા બાદ મોટા પ્રમાણમાં દસ્તાવેજો, બેંકની ક્પિટો કબ્જે લેવામાં આવી હતી. સાયબર ક્રાઈમે બે અલગ-અલગ કાર્યવાહી કરી હતી. દરોડા પાડયા તે ઓફિસમાંથી 4 શખ્સોની અટકાયત કરી હતી.

લોકોને રૂપિયાની લાલચ આપી બેંકની કીટો ભાડે લઈ ફ્રોડના રૂપિયા જમા કરવામાં આવતા હતા. સુરતથી સીધા દેશ બહાર બેઠેલા શખ્સો સાયબર ફ્રોડ ઓપરેટ કરતા હોય છે.જેથી સાયબર પોલીસે એક ગુનો નોંધ્યો હતો અને બીજા કેસમાં જાણવા જોગ નોંધી તપાસ શરૂ કરી હતી.