Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: People from 10 villages of Panam Dam took to the streets to protest against the separation of the taluka

VIDEO: પાનમ ડેમના 10 ગામના લોકો તાલુકો અલગ થતા રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્ય સરકારે ગત રોજ 17 નવા તાલુકાની જાહેરાત કરી હતી જેમાં શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકોએ તાલુકો અલગ થવાને લઈ ભારે વિરોધ નોંધાવ્યો છે. નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના 10 ગામોનો સમાવેશ કરાતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

App Store

 શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરિયા, ચારી, મોર, ઉંડારા, ખૂટકર, કોઠા, આસુંદરિયા અને જૂનાખેડા સહિતના ગામોના લોકો ભેગા મળીને આવેદનપત્ર કલેક્ટરને પહોંચ્યા હતા. શહેરા તાલુકો નજીક પડતો હોવાના કારણે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરા તાલુકામાં રહેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓ અંગે આવેદનમાં રજૂઆત કરાઈ હતી. શૈક્ષણિક સમસ્યા ઉભી થવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો.