Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Congress creates huge ruckus at Surat Collector office

VIDEO: સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો ભારે હોબાળો, પોલીસે ઉમેદવારનું અપહરણ કરી ફોર્મ પરત ખેંચાવ્યો હોવાનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત મહાપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો અને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા સહિતના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે સુરત SOG પોલીસ અને સ્ટાફ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને બળજબરીપૂર્વક ઉંચકી લાવીને ફોર્મ પરત ખેંચાવવામાં આવી રહ્યા છે. આ ખેંચતાણ દરમિયાન કોંગ્રેસ અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

App Store

વિપુલ ઉધનાવાળાએ પોલીસની દાદાગીરી સામે સવાલો ઉઠાવી લોકશાહીની હત્યા ગણાવી છે, તેમણે કહ્યું કે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર પોલીસ દ્વારા અપહરણ કરી ફોર્મ ખેંચવા માટે દબાણ કરાયું છે. જે બાદ કોંગ્રેસના ઉમેદવાર મોની પટેલને ચૂંટણી પંચ ઓફિસમાં લઇ જવામાં આવ્યા છે.