VIDEO: Suratમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર, મુખ્ય ગટર લાઈન ખુલ્લી રખાતા લોકોના જીવને જોખમ
સોર્સ : gstv
સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક એક મુખ્ય ગટર લાઈન ખુલ્લી હાલતમાં જોવા મળી છે. ચોમાસાના વરસાદને કારણે આ ગટરની ઉપરથી લબોલબ પાણી વહી રહ્યું છે, જેના લીધે ખુલ્લી ગટર બિલકુલ દેખાતી નથી.
અહીં સુરક્ષાના નામે તંત્ર દ્વારા કોઈ બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ મુકાયું નથી, જે તદ્દન સુરક્ષાનો અભાવ દર્શાવે છે. જો કોઈ વાહનચાલક કે રાહદારી અજાણતા આ ખુલ્લી ગટર પરથી પસાર થશે, તો મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી આશંકા છે.

