Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : bit.ly/Surat-SMC-Board-Tragedy

Surat news: આકાશી આફત વચ્ચે પર્વત પાટિયામાં પાલિકાનું તોતિંગ બોર્ડ યુવક પર પડતા કમકમાટીભર્યું મોત

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: આકાશી આફત વચ્ચે પર્વત પાટિયામાં પાલિકાનું તોતિંગ બોર્ડ યુવક પર પડતા કમકમાટીભર્યું મોત
સોર્સ : AI Image

Surat news: ડાયમંડ સિટી સુરતમાં આજે ફૂંકાયેલા તોફાની પવન અને બદલાયેલા હવામાને એક માસૂમનો ભોગ લીધો છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી શાયોના પ્લાઝા પાસે સુરત મહાનગર પાલિકાનું એક વિશાળ અને ભારેભરખમ હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક રાહદારી યુવક પર બોર્ડ પડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

App Store

 મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે સુરતમાં અચાનક પવનની ગતિ વધી હતી. પર્વત પાટિયા વિસ્તારમાં શાયોના પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલા એક અજાણ્યા યુવક પર મહાનગર પાલિકાનું લોખંડનું ભારે બોર્ડ પવનના વેગને કારણે અચાનક તૂટી પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકને બચવાની કોઈ તક મળી ન હતી અને તેનું સ્થળ પર જ મોત થયું હતું.

તંત્રની કામગીરી
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ પાલિકાના તંત્રને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી, તેથી પોલીસ દ્વારા તેની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

તંત્ર સામે સવાલ
કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી હોવા છતાં પાલિકા દ્વારા જોખમી બોર્ડ ઉતારવામાં કેમ ન આવ્યા, તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પવનના જોર વચ્ચે આવા હોર્ડિંગ્સ મોતનું કારણ બની રહ્યા છે, જે ગંભીર તપાસનો વિષય છે.