બિહારના 'લાલુ યાદવ'ની હત્યા, સુરતમાં 24 કલાકમાં ત્રીજી ઘટનાથી ચકચાર

સોર્સ : GSTV
સુરત શહેર અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેની ચર્ચાનો વિષય હત્યા છે. સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે.
પુણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવકે અન્ય યુવકના માથાના ભાગે ટાઇલ્સ મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વિકી નામના યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે. તેના પર બિહારના લાલુ યાદવ નામના શખ્સની હત્યાનો આરોપ લાગ્યો છે.
નોંધનીય છે કે, ગત રોજ સુરતના રાંદેર વિસ્તાર બાદ લીંબાયતમાં પણ હત્યાની ઘટના સામે આવી હતી. પછી સુરત શહેરમાં વધુ એક પુણામાં હત્યાની ઘટના બનતા, શહેરમાં ચકચાર મચી છે. હાલમાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

