Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Audio goes viral amid claims of safety in Sumul Dairy

Surat News: સુમુલ ડેરીમાં સબ સલામતના દાવા વચ્ચે ઓડિયો વાયરલ, સહકારી આલમમાં મચ્યો ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: સુમુલ ડેરીમાં સબ સલામતના દાવા વચ્ચે ઓડિયો વાયરલ, સહકારી આલમમાં મચ્યો ખળભળાટ

સુરતની સુમુલ ડેરીમાં ભલે આગેવાનો સબસાલામત વાતો કરતા હોય પણ નથી ચાલી રહ્યું... કારણ કે, થોડા દિવસ અગાઉ યોજાયેલી બોર્ડ મિટીંગનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યોછે. જેથી વધુ એક વિવાદે સહકારી આલમ માં ખળભળાટ મચાવ્યો છે. સુમુલની બોર્ડ મિટિંગની વાતચીત ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ પ્રકારના ઓડિયો વાયરલ કરનાર સામે શું પગલાં લેવામાં આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

App Store

ચાર નેતાઓ વચ્ચેની વાત વાયરલ

સુમુલ ડેરીની વ્યવસ્થાપક કમિટીની બોર્ડ બેઠક મળી હતી. કલાકો સુધી બેઠક ચાલી હતી. જેમાં ડેરીને અન્ય રાજ્યોમાંથી દૂધનો વેપલો કરી ઠંડું દૂધ પધરાવનારાઓને કરેલા દંડ મુદ્દે આક્રમક ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન ડિરેક્ટર અને ધારાસભ્ય સંદીપ દેસાઈ, ઉપપ્રમુખ રાજુ પાઠક તેમજ જિલ્લા રજિસ્ટાર વચ્ચે ચર્ચા ચાલતી હતી. જોકે આ વાતચીત રેકોર્ડ સોસીયલ મીડિયામાં ફરતો થયો હતો. બીજી બાજુ પ્રમુખ માનસિંગ પટેલ સામે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીત, વર્તમાન ડિરેક્ટર રેસા ચૌધરી વિરોધમાં પડ્યા છે. તેઓ જાહેર કરી રહ્યા છે કે, તેઓ પાસે વાતચીતનું રેકોર્ડિંગ છે. બોર્ડ બેઠકની ગોપનીયતા ભંગ કરનારા ચાર ડિરેક્ટરો સત્તાવાર જાહેર કર્યું છે. 

સુમુલ અને સભાસદોના હિતમાં હકાલપટ્ટીની માંગ

છેલ્લા કેટલાક વર્ષોથી પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરી ગણાય છે. ત્યારે છાસવારે સત્તાની હોડ માટે પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે વિવાદો સર્જાતા આવ્યાં છે. બંનેના સમર્થકો પણ ત્યારે હવે આવનાર સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ મોવડી મંડળ પણ મેન્ડેટ આપે એ પહેલાં આ બંને આગેવાનોને જ ઘર ભેગા કરી નવું નેતૃત્વ સુમુલ ડેરીમાં મૂકે અને સમગ્ર વિવાદને કાયમ ને માટે થાળે પાડે તે માટે સમય આવી ગયો છે.

ટોપિક્સ:suratsumul dairy surataudio viral