VIDEO: સુરતમાં LPG ગેસ સાથે હવે ઈલેક્ટ્રિક સગડીની પણ અછત, એકાએક માંગ વધતાં સ્ટોક ખૂટી પડ્યો
સોર્સ : GSTV
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં LPG ગેસની અછત સર્જાતા ઈલેક્ટ્રિક સગડીની માંગમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં દરરોજ 30થી 40 જેટલા ગ્રાહકો ઈલેક્ટ્રિક સગડી ખરીદવા ઉમટી રહ્યા છે, જેના કારણે બજારમાં આ સગડીઓની પણ અછત જોવા મળી રહી છે. ત્રણ હજાર રૂપિયાથી શરૂ થતી કિંમત હોવા છતાં, ગેસ ન મળતા લોકો મજબૂરીમાં ઈલેક્ટ્રિક સગડી અપનાવી રહ્યા છે. પહેલા જેનું વેચાણ નહિવત હતું, તે સગડીઓ હવે ઘર ચલાવવા માટે શ્રમિકો અને મધ્યમ વર્ગનો એકમાત્ર સહારો બની છે.

