Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : After Tadkeshwar, another newly constructed tank in corruption?

VIDEO: તડકેશ્વર બાદ વધુ એક નવનિર્મિત ટાંકીની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ, સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં પડ્યા ગાબડા

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે ભ્રષ્ટાચારની ટાંકીની શાહી ભુંસાઈ નથી ત્યાં વધુ એક ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓલપાડના કુડસદ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીનું હજી લોકાર્પણ નથી થયું, ત્યાં જ સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવા લાગતાં ભ્રષ્ટાચારની ગંધ સેવાઈ રહી છે. ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ૨૫ લાખના ખર્ચે ટાંકીનું નિર્માણ કરાયું છે, પરંતુ લોકોના ઉપયોગ પહેલા જ પ્લાસ્ટરમાં ગાબડા પડતાં ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ ટાંકી બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે.  

App Store