Surat news: પનીર બાદ હવે બે ડેરીમાંથી 143 કિલો નકલી માખણ જપ્ત, સેમ્પલ પૃથક્કરણ માટે મોકલાયા

સોર્સ : GSTV
સુરતમાં પનીર બાદ હવે નકલી માખણ પકડાયું છે. SOG અને ફૂડ-ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે પુણા વિસ્તારની બે ડેરીમાં દરોડા પાડીને કુલ 143 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરી તેના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે.
સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા
સુરતમાં ખાદ્ય ભેળસેળિયા સામે પોલીસની આકરી કાર્યવાહી ચાલુ છે. નકલી પનીર બાદ હવે નકલી માખણનો મોટો જથ્થો ઝડપાયો છે. SOG અને ફૂડ-ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે પુણા વિસ્તારની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરી પર દરોડા પાડ્યા હતા. બંને ડેરીમાંથી કુલ 143 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરાયું છે. વેચાણ પહેલાં જ માલ જપ્ત થતાં મોટી છેતરપિંડી અટકી છે. સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ ડેરી સંચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાશે.

