Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : After a day's break in Dolvan Panthak of Tapi, Megharaja's re-arrival

VIDEO: તાપીના ડોલવણ પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લાના ડોલવણ પંથકમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે એક દિવસના ટૂંકા વિરામ બાદ ફરી એકવાર ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ડોલવણ ચાર રસ્તા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. પંથકના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કેટલાક ભાગોમાં સમયાંતરે જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. લાંબા સમયના અસહ્ય ઉકાળા અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને આ વરસાદી માહોલના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ખેતરોમાં પણ આ કાચું સોનું વરસતા ખેડૂતો કૃષિ કામગીરીમાં જોતરાયા છે.

App Store