Surat: વાહનચોરીના ગુનામાં 23 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

સોર્સ : GSTV
સુરતના મહિધરપુરા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો આરોપી છેલ્લા 23 વર્ષથી ફરાર હતો, જેને મહિધરપુરા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આરોપી શંકર પન્નાલાલ ગાયરીને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આરોપી શંકર 2002થી વોન્ટેડ હતો અને છેલ્લા 23 વર્ષથી તેને પકડવા મહિધરપુરા પોલીસની ટીમ મહેનત કરી રહી હતી. ત્યારે હવે આરોપી શંકરને રાજસ્થાનથી સુરત લાવી પોલીસે ઉંડાણપૂર્વક પૂછપરછ કરી તપાસ શરૂ કરી છે.

