Video: કાર પર અચાનક પડ્યું ઝાડ, ચાર લોકોને ઈજા

સુરતના સીટીલાઈટ વિસ્તારમાં કાર પર અચાનક ઝાડ પડતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ચારેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર ઝાડ પડવાથી વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. બનાવની જાણ થતાં વેસુ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર જવાનોએ ઝાડનું ટ્રિમિંગ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
જાહેરાત














