Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A sudden massive fire broke out in the TVS EV showroom near Adajan Char Rasta in Surat.

Surat ના અડાજણમાં TVS-EV શૉ રૂમની આગમાં હોટેલ - મેડિકલ સ્ટોર લપેટાયા, ભારે અફરાતફરી

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Surat ના અડાજણમાં TVS-EV શૉ રૂમની આગમાં હોટેલ - મેડિકલ સ્ટોર લપેટાયા, ભારે અફરાતફરી
સોર્સ : gstv

સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલા આજે ગુરુવારે સવારે ટીવીએસ ઈવીના શો-રૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની જ્વાળાઓ બાજુમાં આવેલા એપોલો ફાર્મસી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે બહાર પાર્ક કરેલા આશરે 15થી વધુ વાહનો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે.

App Store

ફાર્મસી તેમજ હોટેલમાં પણ ભારે નુકસાન

અડાજણ ચાર રસ્તા નજીક આવેલા એક ટીવીએસ ઇલેક્ટ્રિક વ્હીકલના શો-રૂમમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. વાહનોની બેટરીઓ અને જ્વલનશીલ સ્પેરપાર્ટ્સના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે શો-રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ આકાશી ધુમાડા અને વિકરાળ જ્વાળાઓ પાડોશમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ એક જાણીતી હોટેલ સુધી પહોંચી જતા ત્યાં પણ ભારે નુકસાન થયું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

5 સ્ટેશનોની 10થી વધુ ફાયર ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા સહિતના 5 સ્ટેશનોની 10થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ તેના પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ નાગરિક ઈજાગ્રસ્ત કે જાનહાનિનો ભોગ બન્યો નથી અને હાલમાં ફાયર વિભાગ દ્વારા સ્થળ પર કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.