Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A middle-aged man was caught pretending to be a fake lawyer and jailer and extorting money from the relatives of the accused

Surat news: નકલી વકીલ, જેલર બની આરોપીના સગા પાસેથી રૂપિયા પડાવતો આધેડ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: નકલી વકીલ, જેલર બની આરોપીના સગા પાસેથી રૂપિયા પડાવતો આધેડ ઝડપાયો
સોર્સ : gstv

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરતના અડાજણ વિસ્તારમાં નકલી જેલર ઝડપાયો છે.જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

App Store

વકીલની ઓળખ આપી આરોપીઓની માહિતી માંગતો

ઇસનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો

જેલર બનીને આરોપીઓના સગા પાસેથી રૂપિયા પડાવતો હતો આધેડ

અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. આરોપી માત્ર કીપેડ મોબાઇલનો જ ઉપયોગ કરીને ફોન કરતો હતો. પોલીસે હાલ આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.