સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ પર અચાનક રોડ ધસી જતાં વિશાળ ભૂવો પડ્યો હતો, જેમાં પસાર થઈ રહેલી એસટી બસ ફસાઈ.
સોર્સ : gstv
સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ પર આખેઆખો રોડ અચાનક બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગુજરાત સરકારની એસટી બસ રોડ વચ્ચે પડેલા વિશાળ ભૂવામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ સ્થાનિકોમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સીધો ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી સવાલ ઉઠાવી રહ્યા છે કે નવો બનેલો રોડ આટલી જલ્દી કેવી રીતે બેસી જાય? હાલ આ વ્યસ્ત માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર આ જવાબદારો સામે કડક પગલાં લેશે કે નહીં.

