Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A big mess in the electoral roll in Surat, thousands of voters' names were deleted,

સુરતમાં મતદારયાદીમાં મોટો છબરડો, હજારો મતદારોના નામ કપાયા, તો 1 મતદારનું 5 વખત નામ આવ્યું!

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સુરતમાં મતદારયાદીમાં મોટો છબરડો, હજારો મતદારોના નામ કપાયા, તો 1 મતદારનું 5 વખત નામ  આવ્યું!
સોર્સ : GSTV

સુરતમાં સઘન મતદાર યાદી સુધારણા બાદ આઠ લાખ મતદારોના નામ નીકળી ગયા છે ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-22 (ભટાર-વેસુ-ડુમસ)માં એક મતદારનું પાંચ-પાંચ વાર નામ આવ્યું છે. પાંચેય નામમાં ચૂંટણી ઓળખકાર્ડ નંબર અલગ-અલગ છે. આ છબરડામાં હવે જવાબદાર કોણ છે તેની તપાસ શરૂ કરાઈ છે.

App Store

મતદારયાદીમાં મોટો છબરડો 

મતદારયાદી સુધારણાની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતા આ છબરડા અંગે મળેલી માહિતી મુજબ, વોર્ડ નંબર 22ના મતદાર અશોક મંગલરામ ચૌધરી (રહે. 302, સુમનધારા સોસાયટી)એ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ગત નવેમ્બરમાં બે વખત અને ડિસેમ્બરમાં એક વખત ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. 

ત્યારબાદ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ વેળા પણ બે વખત ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. પાંચવાર ફોર્મ ભર્યા બાદ પણ મતદારને યાદીમાં નામ આવ્યું નથી તેવું જણાયું હતું. આ દરમિયાન 17 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદારયાદી પ્રસિદ્ધ થઈ હતી. તેના આધારે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગે વોર્ડ દીઠ યાદી તૈયાર કરી હતી. જેમાં વોર્ડ નં. 22ની યાદીમાં ઉક્ત અરજદારનું પાંચવાર નામ નોંધાયું હતું.

ચાર નામમાં પિતા તરીકે મંગલરામ ચૌધરીનું નામ છે અને એકમાં માતા કન્યા ચૌધરીનું નામ દર્શાવ્યું છે. ઉંમર અને સરનામું પાંચેય નામમાં સરખા છે, જ્યારે પાંચેય નામમાં ચૂંટણી ઓળખકાર્ડના નંબર અલગ-અલગ છે. આ છબરડા માટે બૂથ લેવલ ઓફિસર, મતદાર અધિકારી કે મ્યુનિસિપાલિટીમાં મતદારયાદી તૈયાર કરનાર જવાબદાર છે કે પાંચવાર ફોર્મ ભરનાર મતદાર પોતે, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે પણ આ મુદ્દે તપાસની માંગ કરી છે.