VIDEO/ Surat: માતાની નજર સામે જ 8 વર્ષના બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, પોલીસ તપાસ શરૂ
સોર્સ : GSTV
સુરતના કામરેજ તાલુકાના હળધરુ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પરિવાર સાથે નાહવા ગયેલું ૮ વર્ષનું એક બાળક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું છે. માતાની નજર સામે જ ધર્મ તળાવિયા નામનો આ માસૂમ ડૂબી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે કામરેજ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

