Surat news: 300 કરોડની જમીનનો કૌભાંડી પોલીસના સકંજામાં, અમેરિકા ભાગે તે પહેલા જ એરપોર્ટ પરથી દબોચાયો

સોર્સ : GSTV
વેસુની 300 કરોડની જમીનનો કૌભાંડી ઝડપાયો છે. અમેરિકા ભાગે તે પહેલા ઇકો સેલે આરોપીને બેંગલુરુ એરપોર્ટ પરથી પોલીસે દબોચ્યો છે. આરોપીએ ખેડૂતની જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી કૌભાંડી વિનુ માલવિયાનો ભાગીદાર
સુરતના વેસુ વિસ્તારમાં આશરે 300 કરોડ રૂપિયાની જમીન કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં અમેરિકા ભાગી જવાના પ્રયાસ પહેલાં ઇકો સેલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. બિલ્ડર પ્રતુલ પટેલની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે, જે કૌભાંડી વિનુ માલવિયાનો ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ખેડૂતની જમીન પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

