Surat: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાથરૂમમાં ફસાયું 3 વર્ષનું બાળક

સોર્સ : GSTV
સુરતના અલથાણ વિસ્તારમાં ત્રણ વર્ષનું બાળક રમતા રમતા બાથરૂમમાં ફસાઈ ગયું હતું. રમતમાં બાથરૂમનો દરવાજો અચાનક બંધ થઈ જતા બાળક અંદર ફસાયું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળીને માતા-પિતા ગભરાઈ ગયા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ સાવધાનીપૂર્વક બાથરૂમનો દરવાજો તોડી બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. બાળક સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

