Suratથી બેંગકોક 6 કરોડના ડાયમંડ અને 30 હજાર ડોલર લઈ જતાં 2 શખ્સ ઝડપાયા

સોર્સ : GSTV
સુરતથી બેંગકોક જઈ રહેલા બે યુવાનોને DRI ની ટીમે અટકાયત કરી તેમની પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના હીરા અને 30 હજાર યુએસ ડોલર જપ્ત કર્યા છે. આ મામલે પકડાયેલા બંને યુવાનો મોટા વરાછા અને કામરેજ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. DRI ની પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ સમગ્ર ખેલ કાળા નાણાંને કાયદેસર કરવા માટે રચવામાં આવ્યો હતો. કારણ કે સુરતથી વિદેશમાં ડોલર, ડાયમંડ લઈ જઈને ત્યાંથી બેંક ખાતામાં તે નાણાં પરત મોકલવામાં આવતા હોય છે. ખાતામાં નાણાં આવે એટલે તે નાંણા વિદેશથી આવ્યા હોવાનુ બતાવીને કાળા નાણાને કાયદેસર રીતે ચોપડા પર દર્શાવી શકાય છે. ત્યારે આ મામલે હવે બંને યુવાનોને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પણ માંગવામાં આવશે.

