સુરત/ લૂંટ-ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે ઝડપાયો
સુરતમાં લૂંટ,ધાડ, આર્મ્સ એક્ટ જેવા ગુન્હામાં સોડવાયેલો આરોપી ઝડપાયો છે. છેલ્લા 12 વર્ષથી નાસતા ફ

સુરતમાં લૂંટ,ધાડ, આર્મ્સ એક્ટ જેવા ગુન્હામાં સોડવાયેલો આરોપી ઝડપાયો છે. છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વૉન્ટેડ આરોપી ફાતરીયા જામસીંગ અવાછીયાની મધ્યપ્રદેશના અલીરાજપુરથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી અને તેમનો પુત્ર સાથે અન્ય સાગરીતો સચીન વિસ્તાર માં કડીયાકામની મજુરી માટે આવેલા હતા. તે વખતે તેઓએ ખરવાસા ગામ મામાદેવ મહોલ્લામાં 15 થી 20 લૂંટારૂઓએ પોતાના હાથમાં લોખંડના પાવડા તથા લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારૂઓ પાસે રહેલ હથીયારમાંથી ફાયરીંગ કરી અને લોકો પીછો ન કરે તે માટે ડરાવ્યાં હતાં.
એક સંપ થઈ મહોલ્લામા હોહા કરી પથ્થરમારો કરી ભયનુ વાતાવરણ ઉભુ કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 4.65.000ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ 2012માં સચિન પોલીસ સ્ટેશનમાં લૂંટ,ધાડ, આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.






