મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ લોકસભાની ચૂંટણીના જાહેરનામાનો ભંગ, પીસ્તોલ જીવતા કાર્ટીઝ સાથે યુવક ઝડપાયો

લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે પરવાનો ધરાવનારે પણ હથિયાર જમા કરાવવાના હોય છે. ત્યારે રાંદેર વિસ્તારમ

સુરત/ લોકસભાની ચૂંટણીના જાહેરનામાનો ભંગ, પીસ્તોલ જીવતા કાર્ટીઝ સાથે યુવક ઝડપાયો

લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે પરવાનો ધરાવનારે પણ હથિયાર જમા કરાવવાના હોય છે. ત્યારે રાંદેર વિસ્તારમાં દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ ગુના આચરનાર રીઢો આરોપી ક્યા કારણોસર હથિયાર લઈને ફરી રહ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે સાદીક ઉર્ફે મરઘીવાલા પટેલ પીસ્તોલ સાથે ફરી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે રાખોડી કલરનો ફૂલવાળો શર્ટ તતા બ્લ્યૂ કલરનું જીન્સ પેંટ પહેર્યો છે. જે પોતાની પાસે ગેરકાયદેસર પીસ્તોલ જેવું વેપન રાખી રાંદેર બોટનિકલ ગાર્ડન પાછળથી પસાર થયો હતો. આ દરમિયાન તેને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરાઈ હતી.

અમરોલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ઝડપાયેલા સાદીક ઉર્ફે મરઘીવાલા મોહમદ પટેલ મરઘીનો વેપાર કરે છે. ભરૂચી ભાગળ રાંદેર રહેતો મૂળ વતન જંબુસર, ભરૂચના વતનીને ઝડપી તે શા માટે હથિયાર સાથે ફરી રહ્યો હતો. કોના પર જીવતા કાર્ટીઝ સાથે પીસ્તોલ લઈને ફરી રહ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો