મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ વેસુમાં દેશી દારૂના ધંધાર્થીની હત્યા, 3 દિવસમાં 8 હત્યાથી કાયદા વ્યવસ્થાની સ્થિત પર ઉઠ્યા સવાલ

સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોણું છે. જેથી દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી જતી જોવા મળી રહી

સુરત/ વેસુમાં દેશી દારૂના ધંધાર્થીની હત્યા, 3 દિવસમાં 8 હત્યાથી કાયદા વ્યવસ્થાની સ્થિત પર ઉઠ્યા સવાલ

સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોણું છે. જેથી દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી જતી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી વધુના સમયમાં જ 8 જેટલી હત્યાના બનાવો બન્યા છે. જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેવા સંજોગામાં વેસુ વિસ્તારમાં વહેલી સવારે દેશી દારૂનો ધંધો કરનારની કરપીણ હત્યા કરવામાં આવી હતી. 

હત્યાના ઘટનાક્રમ વચ્ચે વહેલી સવારે વેસુના આગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નાનુ પટેલ ઉર્ફે નાનીયાની હત્યા કરવામાં આવી હતી. બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હુમલાખોરોએ નાનીયાની હત્યા કરીને નાસી ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે સામી ચૂંટણીએ કાયદાની કથળતી સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે.

નનીયો દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ 8 લોકોની હત્યાની ઘટના સામે આવી છે. 

આ સમાચાર શેર કરો