સુરત/ ગોવા મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના નામે 15 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોય છે. જેના માટે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ એડમિશન લેવા

ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોય છે. જેના માટે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ એડમિશન લેવા માટે મજબૂર બનતાં હોય છે. ત્યારે આવી તકનો લાભ લેવા માટે ધૂતારાઓ આતૂર હોય છે. ત્યારે સુરતના વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં M.B.B.S.માં એડમિશન અપાવવાના બહાને રૂપિયા 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી ફરિયાદના આધારે આરોપી સતિષ ભુપતભાઈ કાનાણીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી સતિષ કાનાણી વિરુદ્ધ રાજસ્થાનના જયપુર માનસરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીએ વર્ષ 2019માં વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં M.B.B.S.માં એડમીશન આપવાની લાલચ આપી હતી.
ગોવાની કોલેજમાં એડમિશનની લાલચ આપીને વિદ્યાર્થી પાસેથી રૂપિયા 15 લાખ પડાવી લીધા હતાં. ત્યારબાદ એડમિશન અપાવ્યા વગર જ ફરાર થઇ ગયો હતો. તથા આરોપી વિરુદ્ધમાં આ પેહલા જૂનાગઢ, અમદાવાદ, ભરૂચ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન ખાતે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં MBBSમાં એડમિશન આપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઇ ચુકી છે.






