સુરતમાં પક્ષીઓની તરસ છીપાવવા પ્રયાસ, ગરમીમાં રાહત આપતાં કુંડાનું નિઃશૂલ્ક વિતરણ
સુરતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં માણસોની સાથે સાથે પ્રાણી પક્ષીઓ પણ હેરાન થઈ રહ્યા છે. ત્ય

સુરતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં માણસોની સાથે સાથે પ્રાણી પક્ષીઓ પણ હેરાન થઈ રહ્યા છે. ત્યારે પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર જય ચામુંડામાં ફાઉન્ડેશન દ્વારા આ વખતે પક્ષીઓને પીવાના પાણી માટેના માટીના બાઉલના વિતરણ કરવાના અભિયાનનો પ્રારંભ કરાયો હતો. કામરેજ ચાર રસ્તા ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાપમાનનો પારો વધતાં હાલ અસહ્ય ગરમીનો અહેસાસ નગરજનોને થઇ રહ્યો છે. ત્યારે મૂંગા અબોલ પક્ષીઓને ગરમીના માહોલ વચ્ચે પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે નિઃશૂલ્ક પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ કામરેજ ચાર રસ્તા ખાતે પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાઉલના વિતરણ કરનારા ચેતનભાઈ ધીરુભાઈ દવેરાએ કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોએ સેવાકીય હેતુસર પાણીના બાઉલ લીધા હતા. નોંધનીય છે કે, કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંગા અબોલ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવાના મહાઅભિયાન ચલાવી રહ્યા છીએ.






