મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન, અસ્તાન બેઠક પરની ચૂંટણી મોકૂફ

સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે દુઃખદ સમાચાર સામે

Surat news: કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન, અસ્તાન બેઠક પરની ચૂંટણી મોકૂફ
આ સમાચાર સાંભળો

સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બારડોલી તાલુકાની અસ્તાન બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ અસ્તાન ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના જાણીતા યુવા નેતા હતા.

 અસ્તાન બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત

છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતને કારણે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉમેદવારના આકસ્મિક અવસાનને પગલે ચૂંટણી પંચ દ્વારા અસ્તાન બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો