VIDEO: સુરત : મેઘરાજાની તોફાની એન્ટ્રી, પ્રી-મોન્સૂન કામગીરીના કરોડોના દાવા પાણીમાં ધોવાઈ ગયા
સુરત શહેરમાં આજે અતિભારે વરસાદના પગલે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયુ

સુરત શહેરમાં આજે અતિભારે વરસાદના પગલે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વેડરોડ, ઉધના-નવસારી રોડ, પર્વત ગામ, ઉધના રેલવે સ્ટેશન, લીંબાયત, ડિંડોલી અને ભાઠેના જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને દુકાનદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ વરસાદમાં પોકળ સાબિત થયા છે. એક તરફ મેયર અને કમિશનર માત્ર એસી ચેમ્બરમાંથી કંટ્રોલરૂમ દ્વારા મોનિટરીંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ કાબૂ બહાર છે. સંકલન બેઠકોમાં ધારાસભ્યોની રજૂઆતો છતાં અધિકારીઓ મનમાની કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જનતામાં તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.




