ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મામલે સુરત શહેર એલર્ટ પર, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ
ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. તો બીજી તરફ યુદ્ધ જેવી પરિસ્

ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. તો બીજી તરફ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઔદ્યોગિક શહેર સુરતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રને અડીને આવેલા સુરતમાં આવેલા મુખ્ય ઔદ્યોગિક એકમો, રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નાગરિકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.




