મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક અઠવાડિયાની રાહત, પણ થઈ શકે છે ધરપકડ

ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસ

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક અઠવાડિયાની રાહત, પણ થઈ શકે છે ધરપકડ

ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા આજે (18 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહને એક અઠવાડિયાનો સ્ટે આપ્યો છે. જોકે, અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે.

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળ્યો છે, ત્યારે તેમને એક અઠવાડિયાની રાહત મળી છે. જ્યારે રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને આ કેસમાં પણ તેમની ધરપકડ થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. આથી, જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

આ સમાચાર શેર કરો