મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરણ10-12ની પૂરક પરીક્ષા કાર્યક્રમ જાહેર, આવતા મહિને નવા નિયમો સાથે લેવાશે પરીક્ષા

ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા આ વર્ષે નવા નિયમો સાથે ધોરણ10 અને 12ની પૂરક પરીક્ષા લેવામાં આવશે, ત્યારે

ધોરણ10-12ની પૂરક પરીક્ષા કાર્યક્રમ જાહેર, આવતા મહિને નવા નિયમો સાથે લેવાશે પરીક્ષા

ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા આ વર્ષે નવા નિયમો સાથે ધોરણ10 અને 12ની પૂરક પરીક્ષા લેવામાં આવશે, ત્યારે 24 જૂનથી લેવાનારી આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

નવા નિયમો સાથે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવામાં આવશે

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 10 અને 12ની બોર્ડ પૂરક પરીક્ષા 24 જુનથી 6 જુલાઈ સુધી લેવાશે. ધોર્ણ 10ની પરીક્ષામાં ત્રણ વિષયમાં નાપાસ માટે તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે લેવાઈ રહી છે. અને ધોરણ 10માં વિદ્યાર્થીઓ ઘટતા કેન્દ્રો ઘટશે, પરંતિ સ્થળ-બિલ્ડીંગો વધશે. વિષયો વધુ હોવાથી પરીક્ષા લાંબી ચાલશે.

27થી 29મી સુધી રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ

27થી 29મી સુધી રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ હોવાથી અને 30 જુને રવિવાર હોવાતી પરીક્ષા વચ્ચે ચાર દિવસની રજા વિદ્યાર્થીઓને મળશે. ઉપરાંત એક મહિના પહેલા  કાર્યક્રમ જાહેર થતા વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળશે.

આ સમાચાર શેર કરો