VIDEO: Chhotaudepurની સુખી ડેમ કેનાલમાં ગાબડા પડતા મંત્રીએ કહ્યું- ગુણવત્તા ચકાસવા મોકલાઈ ટીમ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે આવેલી સુખી ડેમની નવી બનેલી કેનાલોમાં ગાબડા પડવાના મામલે પ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે આવેલી સુખી ડેમની નવી બનેલી કેનાલોમાં ગાબડા પડવાના મામલે પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ સ્પષ્ટતા કરી છે. નસવાડી તાલુકાના ઝેર ગામે આપેલા નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે કેનાલની નીચેથી પાઇપલાઇન પસાર થાય છે અને પાઇપલાઇન બ્લોક થઈ જવાના કારણે પાણી ભરાઈ ગયું, જેના કારણે કેનાલમાં નીચેથી ગાબડું પડ્યું હતું. કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુણવત્તા ચકાસવા માટે સરકારની કક્ષાએથી ટીમ મોકલવામાં આવી છે. જો નબળી ગુણવત્તાવાળું કામ થયાનું બહાર આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


