ભરૂચમાં સકર માઉથ કેટ ફીશ મળી જોવા, દુર્લભ માછલીને જોવા લોકો ઉમટ્યા
ભરૂચમાં નદી બાદ હવે તળાવમાં અમેરિકન પ્રજાતિની સકર માઉથ કેટ ફીશની હાજરી જોવા મળી છે. અમેરિકાની એમેઝોન નદીમાં મૂળ મળી આવ

ભરૂચમાં નદી બાદ હવે તળાવમાં અમેરિકન પ્રજાતિની સકર માઉથ કેટ ફીશની હાજરી જોવા મળી છે. અમેરિકાની એમેઝોન નદીમાં મૂળ મળી આવતી આ માછલી 4 વર્ષ પહેલાં ગંગા નદીમાંથી મળી આવ્યા બાદ 2 વર્ષ પહેલા નર્મદા નદીમાંથી પ્રથમ વખત મળી આવી હતી.
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના નર્મદા નદીમાં આ માછલી ફસાઈ
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના નર્મદા નદીમાં આ માછલી ફસાઈ હતી. હાલ માછીમારીની સીઝન ચાલી રહી હોવાથી આમોદના પુરસા ગામે કેટલાક માછીમારો જાળ નાખી માછીમારી કરી રહ્યાં હતાં તે સમયે આ પ્રજાતિની માછલી ફસાઇ હતી.
દુર્લભ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા
આ દુર્લભ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.આ માછલી 3 ફૂટ સુધી વિકસી હવામાં 4 કલાકથી વધુ સમય સુધી રહી શકે છે. તેનો ખોરાક માછલીઓના ઇંડા અને જંતુઓ હોવાથી તેને અન્ય જીવસૃષ્ટિ માટે ઘાતક ગણવામાં આવે છે.






