મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરામાં જીએસટીની અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં GST વિભાગની અચાનક તપાસથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના જુના બ

આ સમાચાર સાંભળો

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં GST વિભાગની અચાનક તપાસથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી હિતેશ ટ્રેડિંગ ખાતે GST ટીમે તેલની દુકાનમાં અચાનક તપાસ હાથ ધરી હતી. દુકાનમાં દસ્તાવેજો અને વ્યવહારો અંગે વિગતવાર તપાસ હાથ ધરાઈ હોવાની માહિતી મળી છે. આ અચાનક કાર્યવાહીને પગલે આસપાસના દુકાનદારોમાં ચિંતા અને અફરા-તફરી જોવા મળી હતી. તપાસ દરમિયાન GST વિભાગને શું સામે આવ્યું છે, તેના પર સૌની નજર રહેલી છે.

આ સમાચાર શેર કરો