વાપી દમણ અને સેલવાસ પંથકમાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાયો હતો.
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
વાપી દમણ અને સેલવાસ પંથકમાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાયો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. વરસાદ શરૂ થતાં જ નગરના મુખ્ય રસ્તાઓ પર રોમેન્ટિક અને વ્યસ્ત દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં લોકો વાહનો પર તેમજ હાથમાં રંગબેરંગી છત્રીઓ લઈને નીકળતા નજરે પડ્યા હતા.