Hyundai ફેન્સને મોટો ઝટકો! કંપનીએ અચાનક બંધ કરી દીધું આ પોપ્યુલર કારનું વેરિઅન્ટ!

હ્યુન્ડાઈ ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.એક રિપોર્ટ અનુસાર, હ્યુન્ડાઈએ પોતાની Creta N Lineના એન્ટ્રી લેવલ 'N8' વેરિઅન્ટને પોતાની ઓફિશિયલ વેબસાઈટ પરથી હટાવી દીધું છે. આના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ એસયુવી (SUV) હવે ભારતીય માર્કેટમાં ડિસકન્ટીન્યુ કરી દેવામાં આવી છે. હવે કંપનીની આ પોપ્યુલર એસયુવી માત્ર સિંગલ ફુલી-લોડેડ વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે. ક્રેટા N લાઇનનું N8 વેરિઅન્ટ થોડા દિવસો પહેલા સુધી માત્ર 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જ ઉપલબ્ધ હતું. આ રેન્જમાં 1.5-લીટરનું ટર્બો-પેટ્રોલ એન્જિન મળે છે, જે 158bhp પાવર અને 253Nm ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે N10 વેરિઅન્ટ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે પણ આવે છે. ક્રેટા N લાઇનનું N10 વેરિઅન્ટ મોનો-ટોન અને ડ્યુઅલ-ટોન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
ક્રેટા N લાઇન N10ના ખાસ ફીચર્સ
ક્રેટા N લાઇન N10માં N8 વેરિઅન્ટની સરખામણીમાં ઘણા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, લેવલ 2 ADAS, 8-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ઓટો-ડિમિંગ IRVM, રેડ એમ્બિયન્ટ લાઈટિંગ, ડ્યુઅલ 10.25-ઈંચ સ્ક્રીન, બોઝ (Bose)ની 8-સ્પીકર વાળી મ્યુઝિક સિસ્ટમ, OTA અપડેટ્સ, બ્લુલીંક (BlueLink) કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને એલેક્સા (Alexa) સાથે 'હોમ ટુ કાર' (H2C) ફીચર સામેલ છે.
આવી રહી છે નેક્સ્ટ જનરેશન ક્રેટા (Creta)
હ્યુન્ડાઈ પહેલેથી જ પોતાની નેક્સ્ટ જનરેશન ક્રેટા પર કામ કરી રહી છે. તેને 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. નવી ક્રેટા થર્ડ-જનરેશન K3 પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. આ નવું પ્લેટફોર્મ એસયુવીની સેફ્ટીને વધુ બહેતર બનાવવાનું કામ કરશે. K3 પ્લેટફોર્મ પર બેઝ્ડ સેલ્ટોસે (Seltos) ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એડલ્ટ પેસેન્જર સેફ્ટીમાં 32માંથી 31.70 પોઈન્ટ્સ તેમજ ચાઈલ્ડ સેફ્ટીમાં 49માંથી 45 પોઈન્ટ્સ મેળવ્યા હતા.
નેક્સ્ટ જનરેશન ક્રેટા દેખાવમાં એકદમ ફ્યુચરિસ્ટિક અને હાઈ-ટેક હશે. શરૂઆતમાં કંપની ત્રણ એન્જિન ઓપ્શન - 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ ઓફર કરી શકે છે. નવી ક્રેટામાં તમને 1.5 લીટર પેટ્રોલ પર બેઝ્ડ સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન પણ મળી શકે છે.
બેયોન-બેઝ્ડ (Bayon-based) ક્રોસઓવર SUVની પણ થશે એન્ટ્રી
હ્યુન્ડાઈ ભારતમાં સેકન્ડ જનરેશનની બેયોન ક્રોસઓવરને પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રોજેક્ટનું કોડનેમ 'BC4i' છે. તે આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. ફર્સ્ટ જનરેશન બેયોનની ડિઝાઇન ક્રોસઓવર જેવી હતી, પરંતુ નવું મોડલ પ્રોપર એસયુવી જેવું દેખાશે, જેની હાઇટ વધારે હશે અને તેનો સ્ટાન્સ પણ વધુ અપરાઈટ હશે. નવી બેયોનમાં 1.2 લીટરનું નવું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે, જે હાઇબ્રિડ મોડલ માટે પણ તૈયાર હશે. આ એન્જિનનું ઓફિશિયલ ડેબ્યૂ હજુ બાકી છે. તેની કિંમત 8.5 લાખ રૂપિયાથી લઈને 14 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

