Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી : If you suddenly have guests at home and there are no vegetables, try this instant Maharashtrian 'Batata Bhaji'.

Recipe: ઘરે અચાનક મહેમાન આવી ગયા અને શાકભાજી નથી, તો ટ્રાય કરો આ ઝટપટ બનતી મહારાષ્ટ્રીયન 'બટાટા ભાજી'

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: ઘરે અચાનક મહેમાન આવી ગયા અને શાકભાજી નથી, તો ટ્રાય કરો આ ઝટપટ બનતી મહારાષ્ટ્રીયન 'બટાટા ભાજી'
સોર્સ : GSTV

Maharashtrian Batata Bhaaji Recipe: ઘરમાં કોઈ લીલું શાક ન હોય અને અચાનક કોઈ મહેમાન કે સંબંધી આવી જાય, તો તમે બટાકામાંથી ઝટપટ મહારાષ્ટ્રીયન બટાટા ભાજી બનાવી શકો છો. આ ખૂબ જ ઝડપથી બની જતું બટાકાનું સૂકું શાક છે, જે પૌષ્ટિક પણ છે, કારણ કે તેમાં સીંગદાણા, કોથમીર, આદુ, લસણ અને ડુંગળી વગેરે ઉમેરવામાં આવે છે. જો તમારે પણ બટાકાની આ નવી રેસીપી ટ્રાય કરવી હોય, તો તેની રીત અહીં જાણો.

App Store

મહારાષ્ટ્રીયન બટાટા ભાજી બનાવવાની રીત

 ઘરમાં જ્યારે કોઈ લીલું શાક નથી હોતું, ત્યારે સામાન્ય રીતે લોકો બટાકામાંથી કંઈક ને કંઈક બનાવી લેતા હોય છે—જેમ કે બટાકાનું રસાવાળું શાક, સૂકું શાક, બટાકાનો માવો વગેરે. આ બટાકામાંથી બનતી ખૂબ જ કોમન રેસીપી છે. જો તમે બટાકામાંથી કોઈ નવી રેસીપી ટ્રાય કરવા માંગો છો, તો તમને દેશના અલગ-અલગ રાજ્યોમાંથી બટાકાની ઘણી ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગીઓ મળી જશે. જો તમને મહારાષ્ટ્રીયન ફૂડ ગમતું હોય, તો તમે એકવાર મહારાષ્ટ્રીયન બટાટા ભાજી ટ્રાય કરી જુઓ. આ માત્ર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ નથી, પરંતુ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તેને તમે રોટલી, પરાઠા, પૂરી અથવા દાળ-ભાત સાથે પણ ખાઈ શકો છો.

મહારાષ્ટ્રીયન બટાટા ભાજી બનાવવા માટેની સામગ્રી:

  • બાફેલા બટાકા: 5
  • ઝીણી સમારેલી ડુંગળી: 1 કપ
  • ઝીણું સમારેલું આદુ: 2 નાની ચમચી
  • ઝીણું સમારેલું લસણ: 2 નાની ચમચી 
  • તેલ: 3 મોટી ચમચી
  • હીંગ: 3/4 નાની ચમચી
  • જીરું: 1 નાની ચમચી
  • રાઈ: 1 નાની ચમચી
  • મીઠો લીમડો: મુઠ્ઠીભર
  • લીલાં મરચાં: સ્વાદ મુજબ
  • સીંગદાણા: 2 મોટી ચમચી
  • કાજુ: 10-12
  • હળદર: 3/4 નાની ચમચી
  • મીઠું: સ્વાદાનુસાર
  • લીલી કોથમીર (ઝીણી સમારેલી): મુઠ્ઠીભર
  • લીંબુ: 1/2 (અડધું)

મહારાષ્ટ્રીયન બટાટા ભાજી બનાવવાની રીત:

  • સૌથી પહેલા બટાકાને બાફી લો. બફાઈ જાય એટલે તેની છાલ ઉતારીને મોટા કદના 4 થી 6 ટુકડામાં કાપી લો.
  • હવે એક પેન કે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં હીંગ પાવડર, જીરું અને રાઈ ઉમેરીને થોડી સેકન્ડ માટે સાંતળો.
  • જ્યારે રાઈ-જીરું તતડવા લાગે, ત્યારે તેમાં મીઠો લીમડો, લસણ અને આદુ ઉમેરીને હલાવો.
  • હવે લીલાં મરચાં, સીંગદાણા અને કાજુ ઉમેરો. તેને ધીમા તાપે સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
  • ત્યારબાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરો અને ગેસની આંચ તેજ કરીને 2 મિનિટ માટે ડુંગળીને સાંતળો.
  • હવે તેમાં બટાકા, હળદર પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી દો. તેને 3 થી 4 મિનિટ સુધી સારી રીતે ચડવા દો.
  • છેલ્લે તેમાં થોડો લીંબુનો રસ નીચોવો અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવો.

તૈયાર છે ગરમાગરમ મહારાષ્ટ્રીયન બટાટા ભાજી! તેને તમે રોટલી, પૂરી કે પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.