VIDEO: રાજ્યના હવામાનમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
અમદાવાદના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના SG હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ભારે પવ
અમદાવાદના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના SG હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. ધૂળભરી આંધીથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન ફૂંકાતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવના ઘણાં વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે 63 ટકા, બુધવારે 70 ટકા, ગુરૂવારે 43 ટકા, શુક્રવાર-શનિવારે 40 ટકા જેટલી વરસાદની સંભાવના છે.
રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ રાજકોટ, ભાવનગર અને બોટાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી વાતાવરણમાં પલટા બાદ અલગ અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.





