મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તાલુકા વિકાસ અધિકારી 6000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડ

તાલુકા વિકાસ અધિકારી 6000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે.

સુબીર તાલુકા પંચાયત કચેરી, જિ.ડાંગ ખાતે તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા રૂ. 6000 ની લાંચ લેતા ઝડપાયા છે.

15માં નાણાંપંચ વર્ષ 2023 -24 અંતર્ગત મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે બાબતે એમ.બી બુક તથા બિલમાં સહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હથિવાળાએ ફરિયાદી પાસે રૂપિયા 6000 ની લાંચ માંગી હતી. સમગ્ર મામલે વલસાડ ACBએ ટ્રેપ ગોઠવી હતી. TDO મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા 6000 ની લાંચ લેતા તાલુકા પંચાયત ખાતે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

આ સમાચાર શેર કરો