VIDEO: જેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર-6ની ફરજિયાત ઇન્ટર્નશિપ નહીં કરવી પડે, ગુજરાત યુનિવર્સિટીનો મહત્ત્વનો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેલમાં રહીને અ


ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર-6ની ફરજિયાત ઇન્ટર્નશિપ કરવી નહીં પડે. જેલ અંદર હાલમાં જે કામ કરી રહ્યા છે તેને જ ઇન્ટર્નશિપ તરીકે માન્યતા આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના આ નિર્ણયથી જેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. તેઓ પોતાના દૈનિક જેલ કાર્યને જ ઇન્ટર્નશિપના ભાગરૂપે પૂરું કરી શકશે. યુનિવર્સિટીના આ માનવીય અભિગમને વિદ્યાર્થીઓ અને સમાજે સ્વાગત કર્યું છે.



