મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના વિદ્યાર્થીઓએ અમદાવાદ, વડોદરા અને ભરૂચ જિલ્લાની ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં જીત્યા મેડલ

સુરતના જહાંગીરાબાદમાં આવેલી ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ શૂટિંગ કોમ્પિટિશનમાં ઝળક્યાં છે. રાઈફલ

સુરતના વિદ્યાર્થીઓએ અમદાવાદ, વડોદરા અને ભરૂચ જિલ્લાની ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં જીત્યા મેડલ

સુરતના જહાંગીરાબાદમાં આવેલી ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ શૂટિંગ કોમ્પિટિશનમાં ઝળક્યાં છે. રાઈફલ શૂટિંગ ઓપન અમદાવાદ ડિસ્ટ્રીક્ટ શૂટિંગ કોમ્પિટિશન એર રાઈફલ 2024, વડોદરા ઓપન સાઉથ સેન્ટ્રલ ગુજરાત એન્ડ ઓપન ભરૂચ ડિસ્ટ્રીક્ટ શૂટિંગ કોમ્પિટિશન 2024 અવિશ્વનીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં હેત પટેલ અને મારૂ જાનવી પોતાના પરિશ્રમથી ધાર્યું પરિણામ મેળવી જીત હાંસલ કરી છે. જેમાં હેત પટેલ 2 ગોલ્ડ મેડલ અને એક બ્રોંઝ મેડલ અને મારૂ જાનવી એક સિલ્વર મેડલ અને એક બ્રોંજ મેડલ મેળવી સંખ્યાબંધ સ્પર્ધકોની વચ્ચે શાળાનું નામ રોશન કર્યું છે.આ પ્રસંગે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઇ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર અને ટ્રેનર તૃપ્તિ શેવલે સૂાર્ધક વિજેતાને ખૂબ અભિનંદન તથા પ્રોત્સાહન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો