મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરની શાળામાં વિદ્યાર્થીઓ બેગમાં હથિયાર લાવતા હોવાની શંકા, શિક્ષણ વિભાગે 370 શાળામાં આપ્યા તપાસના આદેશ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષણ વિભાગે મહત્વપ

સુરેન્દ્રનગરની શાળામાં વિદ્યાર્થીઓ બેગમાં હથિયાર લાવતા હોવાની શંકા, શિક્ષણ વિભાગે 370 શાળામાં આપ્યા તપાસના આદેશ

ગુજરાતના  સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. જિલ્લાની 370 શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓના બેગોમાં હથિયારો લાવવામાં આવતા હોવાની શંકા વ્યક્ત થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને વિદ્યાર્થીઓના બેગ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે.

 શાળાઓને વિદ્યાર્થીઓના બેગ ચેકિંગ કરવાના આદેશ 

આ નિર્ણય શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે થતા ઝગડાઓના ઉગ્ર સ્વરૂપને કારણે લેવાયો છે, જેમાં વર્ગખંડોમાં જ વિવાદો વધી રહ્યા છે.ગત મહિને સેવન્થ ડે સ્કૂલમાં થયેલી ગંભીર ઘટના બાદ થોડા દિવસ વિદ્યાર્થીઓના બેગ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ પછી તે કામગીરી બંધ કરવામાં આવી હતી. હવે આટલા ઝગડાઓના કિસ્સાઓ વધવાથી ફરીથી આ પગલું લેવાયું છે.  

આ સમાચાર શેર કરો