મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ITIમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓનો SIRની કામગીરીમાં ઉપયોગ

સુરેન્દ્રનગરમાં ITIમાં અભ્યાસ માટે આવતા 100 થી વધુ વિદ્યાર્થીઓ આવ્યા હતા

સુરેન્દ્રનગરમાં ITIમાં અભ્યાસ માટે આવતા 100 થી વધુ વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમનો SIRની કામગીરીમાં ઉપયોગ કરવામાં આવતાં જ ચકચાર મચી છે. જ્યારે આ કામગીરી શિક્ષકોએ કરવાની હોય છે. આ કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવવી કેટલી યોગ્ય તેવો સવાલ અહિં ઉભો થઈ રહ્યો છે. 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ બગાડી અને આ કામગીરીમાં જોડાયા. વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. કોઈ આદેશ નહીં કોઈ પરિપત્ર નહીં છતાં પણ આવા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતા પ્રશાસન તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો