સુરતી વિદ્યાર્થીએ હૈદરાબાદમાં માર્યુ મેદાન, એક્વાથ્લોનમાં મેળવ્યો સિલ્વર મેડલ
સુરતના વિદ્યાર્થીઓ માત્ર કલા-સંગીત જ નહીં પરંતુ રમતગમતના મેદાનમાં પણ કાઢું કાઢી રહ્યાં છે.

સુરતના વિદ્યાર્થીઓ માત્ર કલા-સંગીત જ નહીં પરંતુ રમતગમતના મેદાનમાં પણ કાઢું કાઢી રહ્યાં છે. અડાજણ વિસ્તારમાં આવેલી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરબાદના વિદ્યાર્થી ક્રિશિવ પટેલે Aquathlon માં સફળતા મેળવી છે.હાલમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી મીની ઓરેન્જ Aquathlon માં સિલ્વર મેડલ મેળવ્યો છે. તદુપરાંત હિંમતનગરમાં યોજાયેલ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ બોય્ઝ અંડર- 19, બટરફલાય 200m માં બ્રોન્ઝ મેડલ મેળવી સફળતાના શિખર સર કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.જેથી શાળા પરિવારે ક્રિશિવને આગળ પણ આવી જ અકબંધ સફળતા માટે શુભકામના પાઠવી હતી.




