મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GANDHINAGAR NEWS: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં હતા,અને વિધાનસભાના ગેટ પર પ્રતિબંધ જોવા મળ્યો

ગુજરાત વિધાનસભામાં જનતાની રજૂઆત કરવા જતાં કાર્યકરો અને સામાજિક આગેવાન

GANDHINAGAR NEWS: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં હતા,અને વિધાનસભાના ગેટ પર પ્રતિબંધ જોવા મળ્યો

ગુજરાત વિધાનસભામાં જનતાની રજૂઆત કરવા જતાં કાર્યકરો અને સામાજિક આગેવાનોની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે (16 ડિસેમ્બર) યુવા નેતા અને આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પહેલા જ વિધાનસભાના ગેટ નંબર 4 પર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ખેડૂતો અને બેરોજગારીના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા વિધાનસભાના ગેટ પર રોંકવામાં આવ્યા હતા અને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમની સાથે રજૂઆત કરવા માટે એક ડેલિગેશન સાથે પહોંચ્યા હતા. 

સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યા હતા કે, બુટલેગરો, જમીન માફીયાઓ એન્ટ્રી લઈને જઈ રહ્યા છે તો મને એન્ટ્રી કેમ નહીં. ગુજરાત વિધાનસભામાં વર્ષોથી સામાજિક કાર્યકર્તાઓ અને બ્લેકલિસ્ટ કરાયેલાને રોકીને એન્ટ્રી આપવામાં આવતી નથી. આ અગાઉ પણ કેટલાક કાર્યકરોને વિધાનસભામાં રજૂઆત કરતાં અને સચિવાલયમાં મુલાકાત પર રોક લગાવવા માટે થઈને સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયમ હેઠળ ચોક્કસ લોકોની યાદી તૈયાર કરી છે.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'આ યાદી મુજબ તેમાં સામેલ લોકોના નામ અને મોબાઈલ નંબર મૂકવામાં આવ્યા છે. જેથી વિધાનસભાના ગેટ નંબર 1 કે વિધાનસભાના ગેટ નંબર 4 આગળથી કોઈ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેના નામનો પાસ ઇસ્યુ થતો નથી અને તેથી જે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવા છતાં અને ગુનેગાર ન હોવા છતાં વિધાનસભામાં પ્રવેશ કરી શકતો નથી.'

આ સમાચાર શેર કરો