મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સાયકલ લઇને સ્કૂલે જતી 9 વર્ષની વિદ્યાર્થિનીને AMCની કચરાની ગાડીએ કચડતા મોત

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરમાં સરસપુર વિસ્તારમાં AMCની કચરાની ગાડીએ નવ વર્ષની બ

અમદાવાદ: સાયકલ લઇને સ્કૂલે જતી 9 વર્ષની વિદ્યાર્થિનીને AMCની કચરાની ગાડીએ કચડતા મોત

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરમાં સરસપુર વિસ્તારમાં AMCની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને કચડતા તેનું મોત થયું હતું. 

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કચરાની ગાડીએ સરસપુર વિસ્તારમાં નવ વર્ષની બાળકીને કચડતા મોત થયું છે. સરસપુર પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને AMCની કચરાની ગાડીએ કચડી નાખી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો.  સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ-પાંચમાં અભ્યાસ  કરતી નવ વર્ષની વિદ્યાર્થિની સાયકલ લઇને સ્કૂલમાં જતી હતી આ દરમિયાન તેનું નિધન થયું હતું. ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં આ પહેલા જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે શાકભાજી વેચનાર મહિલાને અડફેટે લીધી હતી જેમાં તેનું મોત થયું હતું. અમદાવાદમાં અવાર નવાર AMCની કચરાની ગાડી બેફામ ચઢાવી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો