મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં વસતા શંકાસ્પદ તત્વોનું નેટવર્ક તોડવા માટે કડક કાર્યવાહી, 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકા

વડોદરામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરત

વડોદરામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં SOG સહિતની વિવિધ ટીમો સક્રિય બની છે. શહેરમાં અંદાજે 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકાને પગલે પોલીસ મથકો દ્વારા શંકાસ્પદ લોકોના આધાર પુરાવાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં પાંચથી વધુ શકમંદોને અટકાયતમાં લઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ઓપરેશન દ્વારા પોલીસ વડોદરામાં વસતા શંકાસ્પદ તત્વોનું નેટવર્ક તોડવા માટે કડક કાર્યવાહી કરી રહી છે.

આ સમાચાર શેર કરો